|
મા ઉમિયા જગત જનની આઘશક્તિ છે.
શ્રી મા ઉમીયા માતા એ આઘશકિત જગત જનની છે તે કડવા પાટીદારોની કુળદેવી છે. મા ઉમીયાએ આઘશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પતિ કરી. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે. જ્યારે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું, ત્યારે ત્યારે મહાશક્તિએ યુગે યુગે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઇ તેનો સંહાર કરી દેવી શક્તિઓનું રક્ષણ કર્યુ. જગતમાં જ્યાં જ્યાં શક્તિ છે ત્યાં મા ઉમીયાનો પ્રભાવ છે, તે જ શક્તિ દિવ્યતા અને તેજ પ્રદાન કરે છે. |